Pages

Thursday, July 19, 2012

[2] શક્કરિયાં


[2] શક્કરિયાં એસ. વેંકટરામન
               વાત ઘણી જૂની છે. એક રાજાને એક ગરીબ ખેડૂત મિત્ર હતો. ખેડૂતની ઝૂંપડી જંગલની પાસે જ હતી અને જ્યારે પણ રાજા શિકાર કરવા માટે જંગલમાં જતો, ત્યારે પાછા ફરતી વખતે તે પોતાના મિત્ર ખેડૂતને ઘેર થોડી વાર આરામ માટે રોકાતો. ખેડૂતની પત્ની શક્કરિયાં શેકીને રાજાને આપતી હતી અને બહુ પ્રેમથી રાજા તે શક્કરિયાં ખાઈને ભૂખ મટાડતો હતો.
એક દિવસ કોઈ કામ માટે ખેડૂત રાજધાની જવા નીકળ્યો. ત્યારે કેટલાંક શક્કરિયાં પોટલામાં બાંધીને ખેડૂતને આપતાં તેની પત્નીએ કહ્યું, ‘રાજાને આ શક્કરિયાં બહુ ગમે છે. તે લઈ જઈને તેમને ભેટ રૂપે આપી આવો.ખેડૂત એક મોટા શક્કરિયાંને પોટલીમાં બાંધી માથા ઉપર મૂકીને રાજધાની તરફ ચાલી નીકળ્યો.
આ બહુ મોટું શક્કરિયું છે અને રાજાએ આટલું મોટું શક્કરિયું જોયું પણ નહીં હોય. એ જ હું રાજાને ભેટ આપીશ.ખેડૂતે મનમાં ને મનમાં વિચાર્યું. રાજાના દર્શન કરવા માટે ખેડૂત જ્યારે ગયો, ત્યારે રાજા દરબારમાં હતા. દરબારમાંથી બહાર આવ્યા ત્યારે પોતાના ખેડૂત મિત્રને જોઈને રાજા બહુ ખુશ થયા. તેના ખબર અંતર પૂછી રાજાએ બહુ પ્રેમથી તેની સાથે વાતો કરી. ખેડૂતે પોટલીમાંથી શક્કરિયું કાઢીને રાજાને આપતાં કહ્યું : હું તમારે માટે આ લાવ્યો છું.
રાજાએ બહુ ખુશીથી તે શક્કરિયું લઈને બાજુમાં ઊભેલા સિપાહીને કહ્યું : આને લઈ જઈને ખજાનચીને આપી દો અને કહો કે આ ભેટ ખજાનામાં સાચવીને રાખે અને હાં, ખજાનચી પાસેથી માંગીને એક હજાર સુવર્ણમહોરો લાવીને આ ખેડૂતને ભેટમાં આપો.પછી રાજાએ ખેડૂતને કહ્યું, ‘ચાલો, ભોજન કરવા જઈએ.રાજભવનમાં રહેતા બધાને ખબર પડી કે કોઈ આલતુ-ફાલતુ મફતલાલ ખેડૂત તેની સાથે એક મામૂલી શક્કરિયું ભેટમાં લઈ આવ્યો જેના બદલામાં રાજાએ તેને એક હજાર સુવર્ણ મુદ્રાઓની બક્ષિસ આપી. જ્યારે રાજા એટલા મોટા દાની છે તો પછી તેમનો લાભ લેવા એક દરબારીએ એક શ્રેષ્ઠ જાતવાન ઘોડો ખરીદ્યો અને તેને લાવીને રાજાને ભેટ રૂપે આપતાં તેણે કહ્યું :
રાજન ! આ ઉત્તમ અને જાતવાન ઘોડો હું તમને ભેટ આપું છું. મહેરબાની કરી તેનો સ્વીકાર કરો.
બધા દરબારીઓ તે વિચારે રાહ જોવા લાગ્યા કે એક મામૂલી શક્કરિયાના બદલામાં રાજાએ એક હજાર સુવર્ણમુદ્રાઓ આપી હતી, તો આ શ્રેષ્ઠ અશ્વના બદલામાં કેવી ભેટ મળશે ?
 રાજાને વાત સમજતા વાર ન લાગી. તેથી પાસે ઊભેલા સિપાહીના કાનમાં રાજાએ ગુપ્તરૂપે કહ્યું, ‘જઈને ખજાનામાં રાખેલા શક્કરિયાને સાચવીને લઈ આવ.સિપાહી તરત જ તે મોટું શક્કરિયું લઈ આવ્યો અને તે રાજાના હાથમાં આપ્યું. રાજાએ તે શક્કરિયું પેલા દરબારીના હાથમાં આપતાં કહ્યું : આ શક્કરિયાની કિંમત એક હજાર સુવર્ણમુદ્રાઓ છે. તેં મને એક ઘોડો ભેટ રૂપે આપ્યો છે. તેથી આ શક્કરિયું હું તને ભેટમાં આપું છું !આમ પેલા દરબારીની આશા ઉપર પાણી ફરી વળ્યું. તેને લાગ્યું કે પોતાના લોભ માટે રાજાએ તેને સારો પાઠ ભણાવ્યો છે. બીજા દરબારીઓને પણ તેમની ભૂલ સમજાઈ.

વાત ઘણી જૂની છે. એક રાજાને એક ગરીબ ખેડૂત મિત્ર હતો. ખેડૂતની ઝૂંપડી જંગલની પાસે જ હતી અને જ્યારે પણ રાજા શિકાર કરવા માટે જંગલમાં જતો, ત્યારે પાછા ફરતી વખતે તે પોતાના મિત્ર ખેડૂતને ઘેર થોડી વાર આરામ માટે રોકાતો. ખેડૂતની પત્ની શક્કરિયાં શેકીને રાજાને આપતી હતી અને બહુ પ્રેમથી રાજા તે શક્કરિયાં ખાઈને ભૂખ મટાડતો હતો. એક દિવસ કોઈ કામ માટે ખેડૂત રાજધાની જવા નીકળ્યો. ત્યારે કેટલાંક શક્કરિયાં પોટલામાં બાંધીને ખેડૂતને આપતાં તેની પત્નીએ કહ્યું, ‘રાજાને આ શક્કરિયાં બહુ ગમે છે. તે લઈ જઈને તેમને ભેટ રૂપે આપી આવો.ખેડૂત એક મોટા શક્કરિયાંને પોટલીમાં બાંધી માથા ઉપર મૂકીને રાજધાની તરફ ચાલી નીકળ્યો. આ બહુ મોટું શક્કરિયું છે અને રાજાએ આટલું મોટું શક્કરિયું જોયું પણ નહીં હોય. એ જ હું રાજાને ભેટ આપીશ.ખેડૂતે મનમાં ને મનમાં વિચાર્યું. રાજાના દર્શન કરવા માટે ખેડૂત જ્યારે ગયો, ત્યારે રાજા દરબારમાં હતા. દરબારમાંથી બહાર આવ્યા ત્યારે પોતાના ખેડૂત મિત્રને જોઈને રાજા બહુ ખુશ થયા. તેના ખબર અંતર પૂછી રાજાએ બહુ પ્રેમથી તેની સાથે વાતો કરી. ખેડૂતે પોટલીમાંથી શક્કરિયું કાઢીને રાજાને આપતાં કહ્યું : હું તમારે માટે આ લાવ્યો છું.’ રાજાએ બહુ ખુશીથી તે શક્કરિયું લઈને બાજુમાં ઊભેલા સિપાહીને કહ્યું : આને લઈ જઈને ખજાનચીને આપી દો અને કહો કે આ ભેટ ખજાનામાં સાચવીને રાખે અને હાં, ખજાનચી પાસેથી માંગીને એક હજાર સુવર્ણમહોરો લાવીને આ ખેડૂતને ભેટમાં આપો.પછી રાજાએ ખેડૂતને કહ્યું, ‘ચાલો, ભોજન કરવા જઈએ.રાજભવનમાં રહેતા બધાને ખબર પડી કે કોઈ આલતુ-ફાલતુ મફતલાલ ખેડૂત તેની સાથે એક મામૂલી શક્કરિયું ભેટમાં લઈ આવ્યો જેના બદલામાં રાજાએ તેને એક હજાર સુવર્ણ મુદ્રાઓની બક્ષિસ આપી. જ્યારે રાજા એટલા મોટા દાની છે તો પછી તેમનો લાભ લેવા એક દરબારીએ એક શ્રેષ્ઠ જાતવાન ઘોડો ખરીદ્યો અને તેને લાવીને રાજાને ભેટ રૂપે આપતાં તેણે કહ્યું : રાજન ! આ ઉત્તમ અને જાતવાન ઘોડો હું તમને ભેટ આપું છું. મહેરબાની કરી તેનો સ્વીકાર કરો.’ બધા દરબારીઓ તે વિચારે રાહ જોવા લાગ્યા કે એક મામૂલી શક્કરિયાના બદલામાં રાજાએ એક હજાર સુવર્ણમુદ્રાઓ આપી હતી, તો આ શ્રેષ્ઠ અશ્વના બદલામાં કેવી ભેટ મળશે ?  રાજાને વાત સમજતા વાર ન લાગી. તેથી પાસે ઊભેલા સિપાહીના કાનમાં રાજાએ ગુપ્તરૂપે કહ્યું, ‘જઈને ખજાનામાં રાખેલા શક્કરિયાને સાચવીને લઈ આવ.સિપાહી તરત જ તે મોટું શક્કરિયું લઈ આવ્યો અને તે રાજાના હાથમાં આપ્યું. રાજાએ તે શક્કરિયું પેલા દરબારીના હાથમાં આપતાં કહ્યું : આ શક્કરિયાની કિંમત એક હજાર સુવર્ણમુદ્રાઓ છે. તેં મને એક ઘોડો ભેટ રૂપે આપ્યો છે. તેથી આ શક્કરિયું હું તને ભેટમાં આપું છું !આમ પેલા દરબારીની આશા ઉપર પાણી ફરી વળ્યું. તેને લાગ્યું કે પોતાના લોભ માટે રાજાએ તેને સારો પાઠ ભણાવ્યો છે. બીજા દરબારીઓને પણ તેમની ભૂલ સમજાઈ.

No comments:

Post a Comment